Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર & દ્વિતીય સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

Youtube Channel Image
Bhavdip Vadher E-Learning Materials

24 February 2021

પીરીયોડિક ટેસ્ટ ઓટો ડોટ પત્રક-A ફાઈલ

પીરીયોડિક ટેસ્ટ ઓટો ડોટ પત્રક-A ફાઈલ

ઓટો ડોટ પત્રક અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરળતા માટે બનાવ્યું હતું. જે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા શિક્ષકો પાસે પહોંચ્યું.
સમગ્ર ગુજરાતના શિક્ષકો તરફથી ખૂબ સારા પ્રતિભાવ અને અભિનંદન મળ્યા.
આ ફાઈલમાં એક તો વિદ્યાર્થીની સંખ્યાની મર્યાદા હતી તેમજ પત્રક-A બંને સત્રનું ભેગું હતું. તો એમાં સુધારો કરી નવું અપડેટ (Verson 5.0) બનાવ્યું છે.
આશા છે આ ફાઈલ સૌ સારસ્વત મિત્રોને ઉપયોગી થઈ એમના કામને વધુ સરળ અને ઝડપી બનાવશે.
🎁નવીન અપડેટ(Verson 5.0)ની માહિતી👇
👉 એક જ ફાઈલમાં 100 જેટલા વિદ્યાર્થીઓની ડીટેલ બનાવી શકાશે. 
👉 પત્રક-A બંને સત્રના અલગ અલગ બનશે. 
👉 પત્રક-Aમાં ત્રણ પ્રયત્નો સુધીનું ટીકમાર્ક કરી શકાશે.
👉 પત્રક-Aમાં બંને સત્રમાં પીરીયોડિક ટેસ્ટ સિવાયની બીજી વધુ અધ્યયન નિષ્પત્તિઓ લેવી હોય તો હવે ટાઈપ કરવી નહિ પડે. પીળા કલરના સેલમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી તેના આધારે જાતે ટીકમાર્ક કરી શકાશે.
👉 જે તે શીટમાં દરેક પીળા સેલ પર ક્લિક કરતાં તેમાં કઈ વિગત લખવાની છે તેની સમજ માટે કમેન્ટમાં હિન્ટ(સૂચન) આવશે. જેથી કોઈ મૂંઝવણ રહેશે નહીં.
👉 હોમ મેનૂમાં આપેલ QR કોડ સ્કેન કરી OMR ફોન્ટ, અન્ય ધોરણની ફાઈલ તેમજ ભવિષ્યમાં નવીન અપડેટ કરવામાં આવે તો એ ડાઉનલોડ કરી શકશો.
👉 જેમણે જૂની ફાઈલમાં ડેટા એન્ટ્રી કરેલ છે તેઓ પોતાની ડિટેલ નવી ફાઈલમાં કોપી કરી લઈ શકશે.
નોંધ-
1.👉 (ડેટા એન્ટ્રી શીટમાંથી માર્ક્સ કોપી કરતી વખતે તારીખ વાઈઝ કોપી કરવા. )
2.👉(માર્ચ માસના ટેસ્ટની અધ્યયન નિષ્પત્તિઓ L.O. શીટમાં જાતે લખવી.)🙏
- માધવ પ્રજાપતિ
(ભુરગઢ અનુપમ પ્રા.શાળા)
(તા.લાખણી, જિ.બનાસાકાઠાં)

ક્રમ ધોરણ એક્સેલ ફાઇલ
1 ધોરણ-3 ક્લિક
2 ધોરણ-4 ક્લિક
3 ધોરણ-5 ક્લિક
4 ધોરણ-6 ક્લિક
5 ધોરણ-7 ક્લિક
6 ધોરણ-8 ક્લિક
7 FONTS ક્લિક

No comments: