Home

Chalti Patti

અપડેટ સ્વાધ્યાય કાર્ય :-ધોરણ-૬, ૭, ૮-તમામ ભાષા વિષય (દ્વિતીય સત્ર), ધોરણ-૬, ૭, ૮ તમામ ભાષા વિષય (પ્રથમ સત્ર)

દરેક ફાઇલ બ્લોગનાં મુખ્ય મેનૂમાં ઉપલબ્ધ છે.આભાર...ભવદિપ વાઢેર

અપડેટ ફ્લિપ બુક ફાઇલ:- ધોરણ-૩ થી ૮ ના તમામ વિષયો

27 April 2021

🌴PAT ONLINE MARKS SHORTING FILE, VERSION-1.0🌴

🌴PAT ONLINE MARKS SHORTING-1.0🌴 


ઓનલાઈન હાજરીના વેબ પોર્ટલ પર મૂકવામાં આવેલ PAT ટેસ્ટની રિપોર્ટની એક્સલ શીટમાં માર્ક્સ Vertical raw માં આપેલા છે. તેને એક સેકન્ડમાં સોર્ટીંગ કરી Horizontal column માં કન્વર્ટ કરવા માટે આ ફાઈલ બનાવી છે.
જેથી Auto Result ફાઈલમાં PAT એકમ કસોટીના માર્ક્સ સરળતાથી એડ કરી શકાય.

💥આ ફાઈલનો ઉપયોગ કરવા સંબંધે નીચેની સૂચનાઓ વાંચી જવી.
👉1) સૌપ્રથમ જે તે વિષયના ટેસ્ટની ફાઈલમાંથી પ્રથમ Raw - "Exam Entry Status Report" (કોલમ નં- A1  થી G1) થી શરૂ કરીને છેક છેલ્લા વિદ્યાર્થીના નામ - ગુણ સુધીનો ડેટા કોપી કરવો.
👉 2) ત્યારબાદ આ ફાઈલમાં DATA ENTRY શીટમાં સેલ નં - A1 પર કર્સર લાવી તે ડેટા પેસ્ટ કરવો.
👉 3) હવે બાજુમાં આપેલ લીલા કલરના બોક્ષ પર ક્લિક કરશો એટલે FINAL LIST શીટમાં માર્ક્સ આવી જશે જેની કોપી ગમે તે ફાઈલમાં લઈ શકાશે.
👉 4) પણ અહીં વિદ્યાથીના નામ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં આવે છે. એને આપણા હાજરીપત્રક પ્રમાણે ગોઠવવા માટે પ્રથમ જે તે વિદ્યાર્થીની સામેના ખાનામાં તેનો હાજરી નંબર લખવો.
👉5) ત્યારબાદ ઉપર વાદળી કલરના બોક્સ પર ક્લિક કરશો એટલે તમામ ડેટા ફિલ્ટર થઈ વિદ્યાર્થીઓના હાજરી પત્રકના ક્રમ પ્રમાણે આવી જશે.
👉 6) હવે આપનો જે તે કસોટીનો ડેટા તૈયાર છે, તેને ગમે તે ફાઈલમાં કોપી લઈ શકો છો. 
👉 7) FINAL LIST શીટનો ડેટા કોપી કરી લીધા બાદ તેને ક્લિયર કરવા લાલ કલરના બોક્સ "CLEAR SHORTING LIST" પર ક્લિક કરતાં બધો ડેટા ક્લિયર થઈ જશે.
👉 8) હવે બીજા નવા ટેસ્ટના માર્ક્સની કોપી લેતાં પહેલાં DATA ENTRY શીટમાં  લાલ કલરના બોક્સ "CLEAR DATA LIST" પર ક્લિક કરતાં બધો ડેટા ક્લિયર થઈ જશે.

- માધવ પ્રજાપતિ

NO DATA FILE VIDEO
1 MARKS SHORTING FILE DOWNLOAD
2 MARKS SHORTING FILE DOWNLOAD

પરીક્ષા પરિણામ પત્રકો (વર્ષ ૨૦૨૦-૨૧) -પત્રક એક્સેલ ગુરુ બનાવનાર માધવ પ્રજાપતિ

પરીક્ષા પરિણામ પત્રકો 

💥સારસ્વત મિત્રો...
👉 એક જ ફાઈલમાં માત્ર એકમ કસોટીના ગુણ લખીને પરિણામનાં તમામ પત્રકો ઓટોમેટિક અને સરળતાથી બનાવી શકશો. 
👉 ડેટા એન્ટ્રી શીટમાં વિદ્યાર્થીની ડીટેલ અને એકમ કસોટીના માર્કસ લખવા. તેમજ ટાઈટલ પેજની શીટમાં શાળાની વિગત લખવી. 
👉 જેમણે જૂની ફાઈલમાં માર્ક્સ એન્ટર કરેલા હોય એમણે નવી ફાઈલમાં કોપી કરી લેવા.
👉 પત્રક-C માં પીળા કલરના સેલમાં સ્વ અધ્યયનના (વિદ્યાર્થી સહભાગીતાના) 20 માંથી ગુણ જાતે લખવા.
👉જો કોઈને પત્રક-Cમાં રચનાત્મકનના ગુણ મેન્યુઅલ લખવા હોય તો હોમ મેનૂમાં આપેલ પાસવર્ડ વડે શીટ અનપ્રોટેક્ટ કરી જાતે લખી શકશો. 
👉પરિણામ તારીજ અને માર્કશીટ ઓટોમેટિક બની જશે. 
👉 તમામ પત્રકો A4 પેજમાં અને શ્રુતિ ભાષામાં બનાવેલ છે. 
👉 વધુ માહિતી માટે હોમ મેનૂમાં આપેલ સૂચનાઓ ખાસ વાંચી જવી..
👆Auto Result 6.0 ફાઈલમાં Tital Page શીટમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપેલ છે.
ઘણા મિત્રોનો પ્રશ્ન આવ્યો કે એમાં એમના જિલ્લાનું નામ લખી શકાતું નથી.
તો ત્યાં આપણે નામ લખવાનું નથી.
👉 Data Entry શીટમાં શાળાના નામની બાજુમાં તાલુકા અને જિલ્લાનું નામ લખવાનો ઓપ્શન છે. 
ત્યાં લખશો એટલે ટાઈટલ શીટમાં ઓટોમેટિક આવી જશે.
👉 બીજું,ધોરણ-3 થી 5માં વિદ્યાર્થીઓને ગ્રેડ વાળી માર્કશીટ જ આપવાની હોય છે.પણ 6.0 ફાઈલમાં માર્ક્સ સાથેની માર્કશીટ પણ આપેલી છે જેમાં જે તે વિષયના કુલ ગુણમાં 100 કે 60 ની જગ્યાએ 200 લખેલ છે જે સુધારવાનું બાકી રહી ગયેલ છે.તો જેઓ માર્ક્સ સાથેની માર્કશીટ પ્રિન્ટ કાઢવા માંગતા હોય એમણે હોમ શીટમાં આપેલ પાસવર્ડ વડે એ શીટને અનપ્રોટેક્ટ કરી જાતે સુધારી લેવું.
👉મિત્રો.. ફાઈલ બનાવતી વખતે ખૂબ ચોકસાઈ રાખવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં બીજી કોઈ ભૂલ રહી જવા પામી હોય તો પણ ધ્યાન દોરજો. જેથી સુધારી શકાય...
આભાર.
- માધવ પ્રજાપતિ

ક્રમ ધોરણ ફાઇલ
1 ધોરણ 3 ક્લિક
2 ધોરણ 4 ક્લિક
3 ધોરણ 5 ક્લિક
4 ધોરણ 6 ક્લિક
5 ધોરણ 7 ક્લિક
6 ધોરણ 8 ક્લિક